Patient Experience

હર્ષદ પી. વ્યાસા

રન્નાપાર્ક સોસાયટી, નારાયણનગર રોડ, પાલડી અમદાવાદ.

મને છેલ્લા સાતેક વર્ષતી પ્રોસ્ટેટની તકલીફ હતી ત્યારે પ્રોસ્ટેટ એન્લાર્જ થવાની શરૂઆત હતી. મે આર્યુવેદ અને હોમીયોપેથી ની દવા લેવાનું શરૂ કરેલ તેનાથી રાહત હતી. દર બે વર્ષે હું મારા શરીરની તપાસ કરાવતો. તેમા મને પ્રોસ્ટેટ એન્લાર્જની માહિતી મળતી સાથે સાથે PSA પણ કરાવતો. ગયા વર્ષથી મને થોડી તકલીફ વધવા માંડી હતી. પેશાબ ધીમે ધીમે ત્રુટક ત્રુટક આવતો હતો અને સમય પણ સામાન્ય કરતાં વધારો જતો હતો. મેં મારા ભાઈ ડોકટર એ. બી. વ્યાસની સલાહ લીધી અને ઓપરેશન કરાવવાનું વિચાર્યું. મારા ભાઈએ લેસર પદ્ધતિથી ઓપરેશન કરાવવાનું સૂચવ્યું મે પ્રોસ્ટેટના ઓપરેશ માટેની લેસર ટેકનોલોજી વિષે 10મી માર્ચ 2009ના રોજ મિટીંગમાં આવેલ જેથી હું લેસર ટેકનોલોજીથી માહિતગાર થયો મારા ભાઈએ ડો. ભુપેન્દ્રભાઈ પંચાલસાહેબનું ઓપરેશન માટે નામ સુચવ્યું. મે તેઓશ્રીની મુલાકાત લઈ HULEP પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવી અને ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું.

મે ગઈ તા. 12મી ડિસેમ્બર 2009ના રોજ ડો. ભુપેન્દ્રભાઈ સાહેબ જોડે HULEP લેસર પદ્ધતિથી ઓપરેશન કરાવ્યું. ત્રણ દિવસમાં તો મને રજા મળી અને પેશાબ પણ છુટથી પુષ્કળ પ્રમાણમાં થવા માંડ્યો. એકાદ અઠવાડિયા માટે થોડી તકલીફ પડી પરંતુ ત્યારબાદ પેશાબ પુરતા પ્રમાણમાં અને એક જ ધારથી થવા લાગ્યો. આજ લગભગ મહિનો થઈ ગયો છે આ ઓપરેશન બાદ કોઈ જાતની તકલીફ થઈ નથી ઓપરેશન કરાવ્યું જ નથી તેમ લાગે છે. હા પેશાબનું પ્રમાણ વધી ગયું છે અને દિવસમાં છ થી સાત વાર જવું પડે છે. રાત્રે બે વખત જવું પડે છે. પેશાબ ફોર્સથી થાય છે. કોઈ વખત ઉતાવળ થઈ જાય. મારા મત મુજબ HULEP લેસર પદ્ધતિ પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું વધુ હિતાવહ છે અને કોઈપણ જાતની તકલીફ આ ઓપરેશનમાં પડતી નથી પણ તે જરૂર થી વધુ ખર્ચાળ છે.


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009.
Phone: +91 9099079700 / 01 / 02 | Email: info@panchalurologycentre.com

Affiliations: Shalby Hospitals, Sterling Hospital

Copyright © 2010, Panchal Urology Centre. All Rights Reserved. | Disclaimer | Sitemap

Designed by Brand Aid