Patient Experience

પ્રો. નરેન્દ્ર જી. શુકલા

અમદાવાદ - ભારત

ઓપરેશન પહેલા યુરિન થતાં ઘણી વાર લાગતી હતી અને ત્રણ ચાર મિનિટ પછી માંડ માંડ ટપકાં રૂપે પેશાબ થતો હતો. પેશાબની ઘાર જોવા જ મળતી ન હતી. અને ટપકા રૂપે પેશાબ કરતાં બળતરાં વધુ થતી હતી અને બીજી ચાર થી પાંચ મિનિટ થઈ જતી હતી કારણ કે પેશાબ અટકી અટકીને થતો હતો.

ઓપરેશન પછી શરૂઆતમાં 1 થી દોઢ મિનિટ સુધી પેશાબની ધાર જોવા મળતાં ખુશી થઈ. પેશાબની પહેલી ધાર નીકળતા લીંગના આગળના ભાગમાં સામાન્ય બળતરા થાય છે. પરંતુ પેશાબની ધાર થઈ ગયા પછી 5 5 સેકેન્ડે પેશાબના ટપકાં પડે છે. અને પેશાબના ટપકાં પાડવા સામાન્ય પ્રેશર આપવું પડે છે.

પરંતુ ઓપરેશન પછી એકંદરે પેશાબની તત્કાળ ધાર શરૂ થઈ જાય છે. પેશાબ કરવા રાહ જોવી પડતી નથી એ મારા માટે સફળ ઓપરેશનને લીધે આનંદની બાબત છે.

બે ગલાસ પાણી પીધા પછી 1 કલાકે 1 ગલાસ જેટલો પેશાબની ધાર પડે છે. અને પછી પ 5 સેકન્ડે ટપકા રૂપે પેશાબ થાય છે.

પેશાબ આવવાની સાથે દિવસમાં ત્રણેક વખત જાજરૂ થાય છે પરંતુ ઓપરેશન પહેલાં જાજરૂ જવા પ્રેશર આપવું પડતું હતું પરંતુ ઓપરેશન પછી લિકવીડ ફોમમાં જાજરૂ થતાં પ્રેશર આપવું પડતું નથી. તે પણ એક મારા માટે સારી બાબત છે.

પ્રો. નરેન્દ્ર જી. શુકલા


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals