Patient Experience

રોહિતકુમાર ચંદુલાલ જોષી

ગાંધીનગર.

પ્રથમ તો આ પત્ર લખવામાં વિલંબ બદલ ક્ષમા કરશો. આપની સાથેની છેલ્લી મુલાકાત બાદ વિગતવાર મારા હૃદયની લાગણીઓ આપને વ્યક્ત કરવાનું વીચારતો હતો, પરંતુ સામાજીક અને અન્ય અનિવાર્ય પ્રસંગોનાં કારણે તે અમલમાં મુકી શકેલ નહીં.

આપ તોમારી મેડીકલ હિસ્ટરીથી સંપૂર્ણ વાકેફ છો જ છાં એક નજર.

મારી ઉંમરને કારણે ઉદ્ભવેલી પ્રોસ્ટેટની તકલીફથી એક વર્ષ તો ઘણો દુઃખી થયેલ. જોકે અમદાવાદ – ગાંધીનગરના ડોકટરશ્રીઓ પાસે દવા કરાવી હતી પરંતુ ધાર્યું પરીણામ મળે નહીં છેવટે આશાના કીરણ તરીકે આપની વિગતો જાણવા મળી. મારી કેસ ફાઈલ સાથે આપની પ્રથમ મુલાકાત લીધી. સાચે જ એક અનુભવિ સિધ્ધહસ્ત અને અતિપ્રેમાળ વ્યક્તી સાથે મળીને સ્વજન જેવી લાગણી થઈ. આપે મારી કેસ ફાીલ તપાસ,ી 100 ટકા રીઝલ્ટ મેળવવા માટે, હોસ્પીટલમાં ઓછા રોકાણ અને ઓપરેશન દરમ્યાન નહીંવત લોહી વહાવ માટે આપની જેમાં માસ્ટરી છે તેવી HOLIP Laser Surgery કરાવવાની સલાહ આપી વિસ્તારથી સમજ આપેલ.

આપની સલાહ બાબતે મારી ફેમી ડો. સુરેન્દ્ર એસ. દ્વીવેદી સાથે સર્જરી બાબતે ચર્ચા કરી તેઓશ્રીએ આપની સાથે પણ આ અંગે વાત કરેલ. મેં સદરહુ સર્જરી આપના હાથે સેલ્બી હોસ્પીટલ ખાતે કરાવવાનું નક્કી કરેલ. આજથી એક વર્ષ પહેલા તા. 24-7-2009ના આપશ્રીએ ખુબજ સફળતાપૂર્વક આ સર્જરી કરેલ. હાલમાં હુ મારા દર્દથી સંપૂર્ણ મુક્ત છું અને મારી જીદંગી રાબેતા મુજબની કામગીરી કરી રહ્યો છું. આ ઓપરેશન બાદ છ માસના વિદેશ પ્રવાસે મારા પુત્રના ઘરે પણ ફરવા જઈ આવેલ. આમ આપની બાહોશ અને ઉચ્ચતમ જ્ઞાનથી કરેલ સર્જરીનાં મીઠા ફળ હું અને મારૂ કુટુમ્બ માણી રહેલ છે. જે બદલ આપનો કાયમી ઋણી રહીશ.

અંતમાં આપ હજી વધુ પ્રગતીનાં સોપાન સર કરો એજ પ્રભુને પ્રાર્થના.

રોહિતકુમાર ચંદુલાલ જોષી


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals